MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome You, SIPAI SAMAJ TRUST, GUJARAT. સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત તહેદિલ સે ટ્રસ્ટ કી વેબસાઈટ સેવામેં આપકા ઇસ્તકબાલ કરતા હૈ...

Membership Rules

સિપાઈ સમાજ ટ્રસ્ટના સભ્ય બનવા માટેના નીતિ નિયમ 


(1) સિપાઈ સમાજ ટ્રસ્ટનાં સભ્યપદ માટેની વાર્ષિક સભ્ય ફી ₹ ૩૦૦/-રહેશે.જે ફરજીયાત છે.ફી નું વર્ષ ૧ એપ્રિલ થી ૩૧ માર્ચ રહેશે. વચ્ચે ગમે ત્યારે ફી ભરશો તો પણ સમયગાળો ફિક્સ રહેશે. નવા સભ્યએ ત્રણ વર્ષની ફી એક સાથે ભરવાની રહેશે.

          આમ નવા સભ્ય બનનારે ₹૩૦૦ × ૩ વર્ષ = ૯૦૦ ₹ અને + ૧૦૦ ₹ આઈકાર્ડના એમ કુલ ૧૦૦૦/- ₹ પ્રથમ ભરવાના રહેશે. પછી ત્રણ વર્ષ પછી દર વર્ષ ૩૦૦ ₹ અથવા બે કે ત્રણ વર્ષની ફી સભ્યની અનુકૂળતા મુજબ એક સાથે ભરી શકશે.

(2) સિપાઈ સમાજ ટ્રસ્ટનાં સભ્ય બનવા માટે પ્રથમ એક ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મ સાથે એક પાસપોર્ટ સાઈઝનો ફોટો (તાજેતરનો આપવો આઈકાર્ડમાં આ જ ફોટો આવશે), આધારકાર્ડ અને પોતાના લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ જોડી સિપાઈ સમાજ ટ્રસ્ટનાં કારોબારી મેમ્બરને આપવાનું રહેશે. અથવા સંસ્થા ના કાર્યાલયના સરનામે મોકલવાનું રહેશે . કારોબારી મેમ્બર જ્યારે ડોક્યુમેન્ટ અને ફોર્મની વિગત બરાબર ચકાસી ફોર્મને મેમ્બર બનવા એપ્રુવલ આપે પછી જે તે વ્યક્તિએ ફી ભરવાની રહેશે. અને ફી ભર્યા બાદ પોતાની ફી ભર્યાની પહોંચ અને મેમ્બરશીપ નંબર મેળવી લેવાનો રહેશે. 

       કોઈ પણ વ્યકિત પ્રથમ ફી ભરી દેશે તો તે સભ્ય બની જશે નહિં અને તેની ફી ડોનેશનમાં ગણાશે.

     સભ્યપદ મંજુર કરવા નીચેના સભ્યોને સત્તા આપવામાં આવેલ છે.

૧. ડો.અવેશભાઈ એ. ચૌહાણ 

     9824243218

 ૨. અઝીઝભાઈ ચૌહાણ

      9909521606

૩. મોહસીનખાન પઠાણ 

      9228432560

૪. આસીફભાઈ સિપાઈ 

      8460678692

(૩) સિપાઈ સમાજ ટ્રસ્ટના સભ્ય તરીકે નિમણૂંક થયેલો કોઈ પણ સભ્ય સંસ્થાની સાધારણ અને ખાસ સભામાં હાજર રહી પોતાના વિચારો-અભિપ્રાયો રજુ કરવાની તથા મત આપવાની સત્તા/ફરજો રહેશે

(4)કારોબારી મેમ્બર તથા ટ્રસ્ટી મંડળમાં ટ્રસ્ટી તરીકેનો સમયગાળો ત્રણ વર્ષનો રહેશે. સામાન્ય સભ્યમાંથી ટ્રસ્ટી મંડળમાં અથવા કારોબારીમાં નિમણૂંક થનાર સભ્યએ ત્રણ વર્ષની ફી એક સાથે ભરવાની રહેશે. તેમ ન કરનાર સભ્યની નિમણુંક આપોઆપ રદ થયેલ ગણાશે.

(5) સભ્ય ફી, ડોનેશન, આઈકાર્ડ ફી અથવા કોઈ પણ પ્રકારનું ફંડ ટ્રસ્ટમાં એક વખત આપ્યા બાદ કોઈ પણ સંજોગે પરત મળવાપાત્ર નથી.

(6) અવસાન થવાથી, સ્વેચ્છિક રાજીનામું આપવાથી,ટ્રસ્ટના હિત અને ઉદ્દેશ્ય વિરુદ્ધ પ્રવૃતિઓ કરવાથી ટ્રસ્ટ ના સભ્યપદ પરથી આપોઆપ રદ થશે.

નીચે આપેલી લિંક પર ક્લિક કરી મેમ્બરશીપ ફોર્મ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી ભરી શકશો.

http://www.sipaisamajtrust.org/DownloadForms.aspx

વધુ માહિતી માટે સંસ્થાના કારોબારી મેમ્બરોનો સંપર્ક કરવો.

મેમ્બરશીપ માટેની વધુ વિગત ફોર્મમાં જણાવેલ છે.