MatterMngt
Welcome, Guest (Please Register/Login)
Login Register Contact Us
Welcome You, SIPAI SAMAJ TRUST, GUJARAT. સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત તહેદિલ સે ટ્રસ્ટ કી વેબસાઈટ સેવામેં આપકા ઇસ્તકબાલ કરતા હૈ...

ABOUT SCHOLARSHIP

જકાત સ્કોલરશીપ તથા યતિમ અને ત્યક્તા જકાત સ્કોલરશીપ

 

1.  સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૧૬-૧૭ માં શરૂ કરવામાં આવેલી આ સ્કોલરશીપ ફક્ત સિપાઈ જ્ઞાતીના વિદ્યાર્થીઓ માટે જ છે.

 

2.  જકાત  સ્કોલરશીપ ધો. ૯ પાસ (ધો. ૧૦ માં અભ્યાસ કરતા) થી લઇ કોલેજ (સ્નાતક કે અનુસ્નાતક તમામ) સુધીના તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. તથા યતીમ તથા ત્યક્તા સ્કોલરશીપ ધો. ૫ કે તેથી ઉચ્ચ અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. 

 

3.  સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે સ્કૉલરશીપની રકમમાં ફેરફાર કરવામાં આવે છે. ટ્રસ્ટને જે રીતે ફંડ આવે છે તે રીતે અલગ અલગ ધોરણમાં અલગ અલગ રકમ આપવામાં આવે છે. જે સંસ્થાની કારોબારી નિર્ણય લે છે. 

4.  સ્કોલરશીપ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવે છે.

 

5.  સ્કોલરશીપ વિદ્યાર્થીઓને વિદ્યાર્થીના નામના ચેક દ્વારા આપવામાં આવે છે. 

 

6.  સિપાઈ સમાજ ટ્રસ્ટનો સ્કોલરશીપ ચાલુ કરવાનો હેતુ ગરીબ વિદ્યાર્થીઓને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે. 

 

7.  જકાતલાયક વિદ્યાર્થીઓને જકાતફંડ આપતા પહેલા સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા પૂરતી તપાસ કર્યા પછી જ જકાતલાયક વિદ્યાર્થીને જકાતફંડમાંથી ફંડ આપવામાં આવે છે.

 

8. ફોર્મ મેળવવા website ના scholership ઓપ્શનમાં જઈ અને scholership form માં click કરતા download થઇ જશે. જે ફોર્મ ના ચાર પેજને  A4 PAGE માં આગળ-પાછળ પ્રિન્ટ કાઢી ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં ભરવાનું રહેશે.

 

9. ફોર્મની અંદર કલમ-૨૩ માં જોડવાના થતાં બધા સર્ટિફિકેટની ઝેરોક્ષ જોડવી, ઓરીજીનલ જોડવા નહીં. ફોર્મમાં (૧) ફોર્મ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો ૧, (૨) છેલ્લે પાસ કરેલા વર્ષની માર્કશીટની ઝેરોક્ષ, (૩) હાલમાં જે સ્કુલ/કોલેજમાં અભ્યાસ કરતાં હોય કે એડમિશન લીધેલું હોય તે સ્કુલ/કોલેજમાં ભરેલી ફી ની પહોંચની ઝેરોક્ષ અને બોનાફાઈડ સર્ટીફીકેટની ઝેરોક્ષ, (૪) સ્કુલ કોલેજમાં ફી ભરેલી ન હોય તો સ્કુલ/ કોલેજના લેટર પેડ પર સહી - સિક્કા વાળું એસ્ટીમેટનું લખાણ, (૫) સરકારી કે ખાનગી ટ્યુશન ફી ની પાકી પહોંચ ની ઝેરોક્ષ, (૬) વિદ્યાર્થી સ્કુલ/ કોલેજની રિક્ષા કે બસમાં જતાં હોય તો સ્કુલ/કોલેજના સહી સિક્કા વાળી પહોંચ, (૭) વિદ્યાર્થીની બેન્ક પાસબુકની ઝેરોક્ષ કોપી જેમાં નામ, એડ્રેસ, બેન્કનું નામ, એકાઉન્ટ નંબર, બેન્કનો IFSC નંબર વંચાવા જોઈએ, (૮) યતિમ વિદ્યાર્થી માટે માતા કે પિતા મૃત્યુ પામ્યા હોય તો તેના સર્ટિફિકેટની ઝેરોક્ષ અને ત્યક્તા વિદ્યાર્થીમાં ત્યકતાને લગતા જરૂરી ડોકયુમેન્ટની ઝેરોક્ષ જોડવાની રહેશે. 

 

10. ફોર્મની અંદર ઓળખ માટેના સહી-સિક્કામાં જે-તે ગામની સિપાઈ જમાતમાં હોય તે ગામની સિપાઈ જમાતના પ્રતિનિધિનો સહી-સિક્કો કરાવવો. કોઈ ગામની જમાતમાં ન હોય કે અન્ય સમસ્યા હોય તો ડો. અવેશ એ. ચૌહાણ ૯૮૨૪૨ ૪૩૨૧૮ ને ફોન કરી પૂછી લેવું. 

 

11. સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રતિનીધીઓની ઓળખ માટે WEBSITE માં અગાઉ પ્રતિનીધીઓનુ લીસ્ટ આપેલા છે. તે મુજબ સહી કરાવવી, અન્યથા સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રમુખ ડો. અવેશ એ. ચૌહાણ – 9824243218 ને ફોન કરી અને પૂછી ત્યારબાદ જ સહી કરાવવી ગમે તે પ્રતિનિધીની સહી ચાલશે નહિ. તથા સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રતિનિધીની સહિ વગરનું ફોર્મ માન્ય ગણાશે નહિ.

 

12. એક ઘરમાંથી ફક્ત એક જ વિદ્યાર્થીને જકાત સ્કોલરશીપ મેળવવા યોગ્ય બનશે. તથા યતિમ તથા ત્યક્તા જકાતલાયક વિદ્યાર્થીના કિસ્સામાં એક ઘરમાં બે વિદ્યાર્થીને સ્કૉલરશીપ મળવા યોગ્ય બનશે. 

 

13. ફોર્મ તથા સર્ટીફિકેટ સિપાઈ સમાજ ટ્રસ્ટના સરનામે કુરીયર કે પોસ્ટ દ્વારા વિદ્યાર્થી કે તેના વાલીએ જ મોકલવાના રહેશે. ટ્રસ્ટનું સરનામું: સિપાઈ સમાજ ટ્રસ્ટ, C/O ડૉ. અવેશ એ. ચૌહાણ, છાંયા રોડ, ભારતીય વિદ્યાલય પાસે, પોરબંદર – ૩૬૦૫૭૫, ગુજરાત મો. નં.: 9824243218

 

14. અધુરી વિગતવાળું ફોર્મ ભરાઈને આવશે કે ડોક્યુમેન્ટ પૂરા જોડેલા નહિ હોય તો કોઈ પણ જાણ કાર્ય વગર જ ફોર્મ કેન્સલ કરવામાં આવશે.

 

15. વધુ વિગત માટે:

(૧) ડૉ. અવેશ એ. ચૌહાણ – 9824243218

(૨) આસીફભાઈ સિપાઈ – 8460678692

(૩) મોહસીનખાન ડી. પઠાણ – 9228432560

(૪) ફકરુદીનભાઈ કુરેશી – 9898938833  

(૫) અઝીઝભાઈ ચૌહાણ - 9909521606 નો સંપર્ક કરી શકો છો.