જકાત સ્કોલરશીપ, યતિમ-ત્યકતા સ્કોલરશીપ તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિધાર્થીઓ માટેની સ્કોલરશીપ.
(તમામ સ્કોલરશીપ જકાતફંડમાંથી આપવામાં આવે છે.)
સિપાઈ સમાજ ટ્રસ્ટનું વર્ષ ૨૦૧૬ માં રજીસ્ટ્રેશન થયા બાદ તુરંત જ ટ્રસ્ટ દ્વારા સિપાઈ સમાજ વિદ્યાર્થીઓ માટે જકાત તથા ઈમદાદ સ્કોલરશીપ શરું કરવામાં આવી હતી. બે વર્ષ બાદ ઈમદાદ સ્કોલરશીપ ઈમદાદ ફંડ નહિવત આવતું હોવાથી બંધ કરવામાં આવી હતી. જ્યારે જકાત સ્કોલરશીપની સાથે જ યતિમ તથા ત્યકતા બાળકો માટેની જકાત સ્કોલરશીપ વર્ષ ૨૦૧૮-૧૯ થી શરૂ કરવામાં આવેલ છે. જકાત સ્કોલરશીપ તથા યતિમ-ત્યકતા સ્કોલરશીપ હાલમાં પણ શરૂ જ છે.
વર્ષ ૨૦૨૪-૨૫ માં સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્રારા જકાતફંડમાંથી જ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશીપ શરું કરવામાં આવી છે.
આ લખાય છે ત્યાં સુધી માં (૩૧ માર્ચ ૨૦૨૫ સુધીમાં) .સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્રારા કુલ ૯૮૮ વિદ્યાર્થીઓને ₹. ૯૮,૯૯,૫૪૦/- સ્કોલરશીપ રૂપે આપી દિધા છે. તથા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતી એક વિદ્યાર્થીનીને ૫૦,૦૦૦/-₹ સ્કોલરશીપ રૂપે આપેલા છે.
જકાત સ્કોલરશીપ જુન મહિનાથી લઈ ૩૧ ડિસેમ્બર સુધી આપવાનું શરૂ હોય છે. જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાની સ્કોલરશીપ આખા વર્ષ માટે શરૂ જ હોય છે.
સ્કોલરશીપ મેળવવા માટેના નીતિ નિયમો અહિં જણાવેલા છે તથા ફોર્મમાં પણ જણાવવામાં આવેલ છે.
~ સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્રારા શૈક્ષણિક વર્ષ ૨૦૧૬-૧૭ માં શરૂ કરવામાં આવેલી આ સ્કોલરશીપ ફક્ત સિપાઈ જ્ઞાતીના વિદ્યાર્થીઓ પૂરતી મર્યાદિત છે. તમામ સ્કોલરશીપ જકાતફંડમાંથી જ આપવામાં આવે છે. માટે જકાતલાયક વિદ્યાર્થીઓએ જ ફોર્મ ભરવા.
~જકાત સ્કોલરશીપ ધો.૯ પાસ(હાલ ધો.૧૦ માં અભ્યાસ કરતા) થી કોલેજ (સ્નાતક કે અનુસ્નાતક તમામ) સુધીના તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. જકાત સ્કોલરશીપ એક ઘરમાં એક જ વ્યક્તિને મળવાપાત્ર છે. જયારે યતિમ - ત્યકતા સ્કોલરશીપ ધો.૫ કે તેથી ઉચ્ચ અભ્યાસ કરતા (સ્નાતક કે અનુસ્નાતક) તમામ વિદ્યાર્થીઓને મળવાપાત્ર છે. અને એક ઘરમાં બે બાળકોને મળવાપાત્ર છે.
~ સ્કોલરશીપ વિદ્યાર્થીઓને ચેક દ્રારા જ આપવામાં આવે છે.
~સિપાઈ સમાજ ટ્રસ્ટમાં રમઝાન માસ અને આખા વર્ષમાં જે જકાતફંડ આવશે તે મુજબ કારોબારી કમિટી કયા ધોરણમાં કેટલી રકમ સ્કોલરશીપ રૂપે આપવી એ નક્કી કરશે. એ મુજબ ચેક તૈયાર થશે. વધુમાં સંપૂર્ણ સત્તા કારોબારી કમિટીની રહેશે.
~ વિદ્યાર્થીઓએ પ્રથમ સ્કોલરશીપનુ ફોર્મ ભરવાનું હોય છે. આ ફોર્મ મેળવવા માટે સિપાઈ સમાજ ટ્રસ્ટની વેબસાઈટમાંથી ફોર્મ ડાઉનલોડ કરી A4 સાઈઝના કાગળમાં આગળ પાછળ પ્રિન્ટ કાઢી ચોખ્ખા અક્ષરે ભરવાનું રહેશે.
~ વિદ્યાર્થીઓએ ફોર્મ ભરી ફોર્મ પોતે જ સિપાઈ સમાજ ટ્રસ્ટના કાર્યાલયે પહોંચાડવાનું રહેશે. ટ્રસ્ટના કાર્યકર કે અન્ય કોઈ વ્યક્તિ ને આપવાનું નથી. કોઈ કાર્યકરને ફોર્મ આપો અને એ ભુલથી ફોર્મ સમયસર કાર્યાલયે પહોંચાડે નહિં તો તેની જવાબદારી સંસ્થાની રહેશે નહિં.
~ અધુરા ફોર્મ ભરાયને આવશે કે ડોક્યુમેન્ટ પુરા જોડાયેલા નહિં હોય તો કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ફોર્મ કેન્સલ કરવામાં આવશે.
~ જકાતલાયક વિદ્યાર્થીઓને ફંડ આપતા પહેલા ટ્રસ્ટના પ્રતિનિધિ દ્રારા પુરતી તપાસ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ તપાસમાં પુરો સહયોગ આપવાનો રહેશે. જરુર જણાય ત્યાં ઘર તપાસ પણ કરવામાં આવશે.
~ સ્કોલરશીપ ફોર્મ સાથે જોડવાના થતાં ડોક્યુમેન્ટ
૧) ફોર્મ.
૨) પાસપોર્ટ સાઈઝનો ફોટો ૧.
૩) આધારકાર્ડની ઝેરોક્ષ.
૪) છેલ્લે પાસ કરેલા વર્ષની માર્કશીટની ઝેરોક્ષ.
૫) હાલમાં જે સ્કૂલ/કોલેજમાં અભ્યાસ કરતા હોય તે સ્કુલ/કોલેજના બોનાફાઈટ સર્ટિફિકેટની ઝેરોક્ષ.
૬) ચાલું વર્ષની સ્કુલ ફી ની પહોંચની ઝેરોક્ષ અથવા ફી ન ભરી હોય તો સ્કુલ/કોલેજના લેટર પેડ પર સહિ-સિકકાવાળુ એસ્ટિમેટના લખાણની ઝેરોક્ષ.
૭) વિદ્યાર્થીની બેંક પાસબુકની ઝેરોક્ષ.
૮)સરકારી/ખાનગી ટ્યુશન ફી ની પાકી પહોંચ.
૯) વિદ્યાર્થી સ્કુલ/કોલેજની રીક્ષા કે બસમાં જતા હોય તો સ્કુલ/કોલેજના સહિ-સિક્કા વાળી પહોંચ.
૧૦) વિદ્યાર્થીના સ્કુલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ અને વિદ્યાર્થીના પિતાની સ્કુલ લિવિંગ સર્ટિફિકેટની ઝેરોક્ષ.
૧૧) ફક્ત યતિમ વિદ્યાર્થીઓ માટે જ : માતા કે પિતા મૃત્યુ પામ્યા હોય તો તેના ડેથ સર્ટિફિકેટની ઝેરોક્ષ.
~ (કલમ નંબર ૨૪ માં)ફોર્મની અંદર ઓળખ માટેના સહી-સિકકામા જે ગામની સિપાઈ જમાતમાં હોય તે ગામની સિપાઈ જમાતના કરાવવાના રહેશે. ગમે તે જમાતના ચાલશે નહિં.જો કોઈ ગામની જમાતમાં ન હોય તો ડો.અવેશભાઈ એ.ચૌહાણ - 9824243218 ને ફોન કરી કોની સહિ કરાવવી તે માહિતી મેળવી લેવી.
સિપાઈ સમાજ ટ્રસ્ટના પ્રતિનિધિમાં ટ્રસ્ટના સભ્યની સહિ ચાલશે. ગમે તે વ્યક્તિની સહિ કરાવશો તો ફોર્મ કેન્સલ થશે.
~ જે વિદ્યાર્થીએ સ્કુલ/કોલેજ ફી નું એસ્ટિમેટ રજુ કર્યું હશે તેમણે સ્કુલ/કોલેજમાં ફી ભરી તેની પહોંચની ઝેરોક્ષ સિપાઈ સમાજ ટ્રસ્ટના પોરબંદરના કાર્યાલયે કુરીયર કે રજીસ્ટર એડી થી પહોચાડવાની રહેશે. વોટ્સઅપ કરવાની નથી કે ટ્રસ્ટના કોઈ પણ કાર્યકરને આપવાની નથી. જે વિદ્યાર્થી ફી ભરી પહોંચ કાર્યાલયે પહોંચાડશે નહિ તો તેને અથવા તેના ઘરના કોઈ પણ વ્યક્તિને ત્રણ વર્ષ સુધી સ્કોલરશીપ આપવામાં આવશે નહીં.
સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટેની જકાત સ્કોલરશીપ.
વર્ષ ૨૦૨૪-૨૫ થી સિપાઈ સમાજ ટ્રસ્ટ દ્રારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે પણ સ્કોલરશીપ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સ્કોલરશીપ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીએ પ્રથમ સિપાઈ સમાજ ટ્રસ્ટની વેબસાઈટ www.sipaisamajtrust.org પર ડાઉનલોડ વિભાગમાં જઈ competative exam form ડાઉનલોડ કરી એ ફોર્મ ભરવાનું રહેશે તથા ફોર્મમાં જણાવેલા ડોક્યુમેન્ટ પણ જોડવાના રહેશે. ફોર્મ ભરી, ડોક્યુમેન્ટ જોડી સિપાઈ સમાજ ટ્રસ્ટ ના પોરબંદર ના કાર્યાલયના સરનામે મોકલવાનું રહેશે.
સ્પર્ધાત્મક પરિક્ષામાં સ્કોલરશીપ કેટલી આપવી એ કારોબારી ફોર્મ આવ્યા બાદ જરુરી ડોક્યુમેન્ટ જોઈને પછી નક્કી કરશે. સ્પર્ધાત્મક પરીક્ષાની સ્કોલરશીપ આપવાની સંપૂર્ણ સત્તા કારોબારી કમિટીની રહેશે.
સ્કોલરશીપની કોઈ પણ જાતની માહિતી માટે નીચેના નંબર પર સંપર્ક કરવો.
(૧) ડો.અવેશભાઈ એ.ચૌહાણ - 9824243218
(૨) આસીફભાઈ સિપાઈ - 8460678692
(૩) અઝીઝભાઈ ચૌહાણ - 9909521606
(૪) મોહસીનખાન ડી. પઠાણ - 9228432560
(૫) ફકરુદિનભાઈ કુરેશી - 9898938833
આ ઉપરાંત વધુ માહિતી સિપાઈ સમાજ ટ્રસ્ટના કારોબારી સભ્યનો પણ સંપર્ક કરી શકો છો.
સિપાઈ સમાજ ટ્રસ્ટનાં કાર્યાલયનું સરનામું:-
સિપાઈ સમાજ ટ્રસ્ટ,c/o ડો.અવેશભાઈ એ.ચૌહાણ, છાંયા રોડ, ભારતીય વિધાલય પાસે, પોરબંદર-૩૬૦૫૭૫, ગુજરાત.
લી.સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત
(અપડેટ તા.૨૦-૭-૨૦૨૫)