ઉપલેટા ની ધરતી પર એક ઐતિહાસિક કાર્ય
તારીખ ૧૦-૦૫-૨૦૧૮ ગુરુવાર ના રોજ સમસ્ત સિપાઈ જમાત - ઉપલેટા અને તવક્કલ સિપાઈ જમાત - ઉપલેટા ના સંયુક્ત સહકાર થી જનરલ બોર્ડ ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં આ બન્ને જમાત ના પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, આખી કારોબારી, તેમજ મોટા ભાગ ના સભ્યો અને સિપાઈ સમાજ ટ્રસ્ટ ના પ્રમુખ ડો. અવેશભાઈ ચૌહાણ ઉપપ્રમુખ આસીફભાઇ સિપાઈ, ઇમરાનખાન પઠાણ અને ઇરફાનભાઈ મોગલ હાજર રહ્યા હતા.
આ જનરલ બોર્ડ ની મીટીંગ માં મુખ્ય એજન્ડા બન્ને જમાત ને એક કરવા માટે નો હતો જેમાં બધાએ સહમતી દર્શાવી હતી જેથી સમાજ ના સંગઠન ને મજબૂત બનાવી સમાજ ની દરેક ક્ષેત્ર માં વધુ ને વધુ પ્રગતિ કરી શકાય અને આ નેક કાર્ય માં બન્ને જમાતો ના તમામ હોદેદારો અને સભ્યો એ સહમતી આપી આ નેક મકસદ નું સ્વાગત કર્યું હતુ અને બન્ને જમાત ના બધા કારોબારી અને બધા સભ્યો એ આગળ ભવિષ્ય માં પણ ખંભે થી ખંભો મિલાવી સમાજ ના સંગઠન અને વિકાસ માટે કાર્ય કરવાની તૈયારી બતાવી હતી હવે ટૂંક સમય માં આ બન્ને જમાત મળી અને એકીકરણ ની કાયદાકીય વિધિ પૂર્ણ કરશે ( ઇન્શાઅલ્લાહ ).
આ રૂડા ઐતિહાસિક પ્રસંગે ડો. અવેશ ચૌહાણ અને આસીફભાઇ સિપાઈ એ સિપાઈ સમાજ ટ્રસ્ટ - ગુજરાત વતી આ બન્ને જમાતના લોકો ને આ નેક કાર્ય કરવા બદલ દિલ થી મુબારકબાદ આપી અને અલ્લાહ આ બંને જમાત ના પ્રેમ ને કાયમ રાખે તેવી દિલ થી દુઆ આપી અને ભવિષ્યઃ માં પણ જયારે પણ સિપાઈ સમાજ ટ્રસ્ટ ના સાથ સહકાર ની જરૂર પડે ત્યારે સાથ સહકાર આપવાની તૈયારી બતાવી હતી.